રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી
મોરબીના જૂના ઘૂટું રોડે ત્રણ દુકાનમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતા ૩૧,૭૫૦ કીલો અખાધ્ય ગોળ સાથે એક ઝડપાયો
SHARE
મોરબીના જૂના ઘૂટું રોડે ત્રણ દુકાનમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતા ૩૧,૭૫૦ કીલો અખાધ્ય ગોળ સાથે એક ઝડપાયો
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ ઓદ્યોગીક ઝોનમાં તેમજ ગામડામાં મોટા પ્રમાણમા દેશી દારૂનું દરરોજ વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ ભગવતી સેલ્સ નામની દુકાન સહિત કુલ મળીને ત્રણ દુકાનમાં એલસીબીની ટીમે તપાસ કરતાં ત્યાથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અખાધ્ય ગોળનો મોટો જથ્થો મળી આવ્યો છે જેથી પોલીસે હાલમાં પચીસ કીલોની ક્ષમતા વાળા અખાધ્ય ગોળના કુલ ૧૨૭૦ ડબ્બા જેમાં ૩૧,૭૫૦ કીલો ગોળ અને તેની કિંમત ૩,૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કરીને એક શખ્સની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ ત્રાજપર ખારી ખાતે આવેલ ભગવતી સેલ્સ એજન્સી વાળા ગોવિંદભાઇ વિરામભાઇ ગઢવી રહે.હાલ પાવન પાર્ક સોસાયટી, વોરાબાગ પાછળ મોરબી-૨ વાળા પોતાની દુકાનમાં અખાધ્ય ગોળ કે જે માનવ સ્વાસ્થ્યને નુકશાનકાર હોય તેના કોઇ આધાર પુરાવા બીલ ન રાખી તેનું વેચાણ કરેલ છે તેવી હક્કિત એલસીબીના નિરવભાઇ મકવાણા અને ભગીરથસિંહ ઝાલાને મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ભગવતી સેલ્સ એજન્સી ખાતે પહોચી હતી ત્યારે ત્યાં કાઉન્ટર ઉપર ભગીરથસિંહ સાહેબસિંહ જાડેજા (ઉ.૩૬) રહે.મહેન્દ્રનગર, કેશર મેરેજ હોલની બાજુમાં મુળ રહે.વીંઢના માંડવી જી.કચ્છ વાળો મળી આવ્યો હતો અને દુકાનમાં તપાસ કરતા અખાધ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો.
હાલમાં પોલીસે તે દુકાનમાંથી અખાધ્ય ગોળાના ૧૫૦ ડબ્બા જેમાં દરેકમાં ૨૫ કિલો લેખે કુલ ૩૭૫૦ કિલો ગોળ ભરેલ હતો તે કુલ મળીને રૂા.૩૭,૫૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે તેમજ બીજો અખાધ ગોળનો જથ્થો કયા છે તેવું પૂછતાં સ્વાગત ચેમ્બર તથા શિવ શકિત ચેમ્બરની દુકાન ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને તે શખ્સને સાથે રાખીને સ્વાગત ચેમ્બરમાં આવેલ ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી અખાધ્ય ગોળના ૬૭૦ ડબ્બા મળી આવ્યા હતા અને તે એક ડબ્બામાં પચીસ કીલો અખાદ્ય ગોળ લેખે કુલ ૧૬,૭૫૦ કીલો ગોળ જેની કિંમત ૧,૬૭,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
ત્યાર બાદમાં શિવશકિત ચેમ્બરમાં તપાસ કરતા ત્યાંથી બીલ આધાર વગરના અખાધ્ય ગોળનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં ૪૫૦ ડબ્બા જે એક ડબ્બામાં પચીસ કીલો અખાધ ગોળ લેખે કુલ મળીને ૧૧, રપ૦ કીલો ગોળનો જથ્થો મળી આવતા પોલીસે રૂા.૧,૧૨,૫૦૦ નો મુદામાલ ત્યાંથી કબ્જે કર્યો હતો અને આ અખાધ ગોળનો જથ્થો ગોવિંદભાઇ વિશ્વરામભાઇ ગઢવી રહે.હાલ પાવનપાર્ક સોસાયટી, વોરાબાગ પાછળ મોરબી-૨ વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી તે આ માલ કોની પાસેથી લાવેલ છે..? તેના કોઈ બિલ કે આધાર પુરાવા મળેલ નથી અને આરોપી ગોળનું છુટકમાં વેચાણ કરતો હોવાનુ જણાવેલ છે.
આ ગોળનો જથ્થો ચોરીછુપીથી દેશીદારૂ બનાવવાની પ્રવૃતિ કરતા માણસોને વેચાણ કરવામાં આવતો હોય ભગવતી સેલ્સ તેમજ સ્વાગત ચેમ્બર અને શિવ શકિત ચેમ્બરની એક એક દુકાનમાંથી પચીસ કીલોની ક્ષમતા વાળા અખાધ્ય ગોળના કુલ ૧૨૭૦ ડબ્બા જેમાં કુલ ૩૧,૭૫૦ કીલો ગોળ છે તેની કિંમત ૩,૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં શકપડતી મિલકત તરીકે રલમ ૪૧(૧)ડી તેમજ સીઆરપીસી કલમ-૧૦૨ મુજબ પોલીસે નોંધ કરીને હાજર મળી આવેલ ભગીરથસિંહ સાહેબસિંહ જાડેજા (ઉ.૩૬) હાલ રહે.મહેન્દ્રનગર મોરબી-૨ વાળાની અટક કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે