મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પગલા લેવાની માંગ


SHARE

















મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પાગલ લેવની માંગ

થોડા સમય પહેલા આપના આગેવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને અવાર નવાર આવી જ રીતે હુમલા કરવામાં આવે  છે ત્યારે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અમે આપના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે


મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ.કે.પટેલ, પરેશ પારિઆ સહિતના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી “આપ”ના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના ઉપર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી પક્ષ ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે જેથી કરીને હુમલાની ઘટનાને મોરબી જિલ્લા આપની ટિમ  સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તમામ બનાવોની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે અને જો હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહિંસાના માર્ગે લડત ચલાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News