મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે


SHARE









મોરબીમાં રાજા -રાજાણી પરિવારના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે

મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા ચૈત્ર સુદ-૨ ને તા.૩-૪ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૯:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે.જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો બહોળી સંખ્યામાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજાનો મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

વાંકાનેરમાં શનિવારે  ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન

વાંકાનેરમાં શનિવારે  ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરીયેલ છેે.જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી તા.૨ ને શનિવારના રોજ વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર તેમજ નિયામક આયુષ કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ જિલ્લા પંચાયત દ્વારા આ કેમ્પનું આગામી તા.૨ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન ઈયોજન કરાયુ છે.કેમ્પ ઉમેદચંદભાઇ તથા કસુંબાબેન મહેતા પુસ્તકાલય, બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાં, વાંકાનેર ખાતે યોજાનાર છે.તેમાં વિવિધ રોગોના ઉપચાર સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.નામ નોંધાવવા જરૂરી છે અને નામ નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયેલ છે.




Latest News