મોરબીના ગોર ખીજડીયા, વનાળિયા અને માનસર સુધીનો રોડ ટકાટક બની જતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી
Morbi Today
મોરબીના અણિયારી ટોલનાકે આગ લગતા આઈસર ખાખ
SHARE









મોરબીના અણિયારી ટોલનાકે આગ લગતા આઈસર ખાખ
મોરબીના અણિયારી ટોલનાકેથી આઇસર મેટાડોર પસાર થઈ રહયું હતું ત્યારે અચાનક તેમાં આગ લાગતા દોડધામ મચી હતી અને આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આઇસર ગાડીની કેબીનમાં લાગેલી આગના લીધે આખી કેબિન બળીને ખાખ થઈ ગઈ હતી પરંતુ સદનસીબે કોઇ જાનહાની થયેલ નથી વધુમાં આ વાહનના માલિકે જણાવ્યુ હતું કે, થોડા દિવસ પહેલા ગાડીનો અકસ્માત થયો હતો અને જેના કારણે ગાડીને વીમા કંપનીમાં રીપેર કરવા માટે આપી હતી અને ત્યાંથી ગઈકાલે સાંજે ગાડીને ઘરે લઇને આવ્યા હતા અને આજે બપોરે તેઓ શો રૂમે તેમનું સ્પેર વ્હીલ લેવા માટે ગાડી લઈને જતાં હતા ત્યારે અણીયાળી ટોલનાકે પહોંચતા અચાનક જ ગાડીમાં આગ લાગવાથી ગાડી બળીને ખાખ થઈ ગયેલ છે
