મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા
SHARE









મોરબીમાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા
મોરબીની ત્રાજપર ચોકડી પાસે અને વાવડીરોડ ઉપર જુગારની બે રેડ કરી હતી ત્યારે જુગરા રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબીની ત્રાજપર ચોકડી પાસે જુગાર રમાતા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે મહેશપુરી વેલપુરી ગૈાસ્વામી, અનિલભાઇ કેશુભાઇ ધંધુકીયા અને સોહિલભાઇ બદરૂદિન લાખાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૦૪૫૦ કબજે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી તો મોરબીના વાવડીરોડ ઉપર નંદનવન-૩ ની સામે સરદાર ચેમ્બર પાસેથી જુગારની રેડ કરી હતી ત્યારે મનસુખભાઈ દેવકરણભાઈ ખાણધર રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળો વ્હોટ્સએપ ઉપર અંકીત મોચી રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળા સાથે વરલીનો જુગાર રમતા મળી આવ્યો હતો જેથી પોલીસે રોકડા ૨૭૫૦ અને અન્ય મુદામાલ મળીને ૧૨૭૫૦ નો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી
