મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપીને એસઓજીએ શોધી કાઢયો


SHARE













વાંકાનેર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપીને એસઓજીએ શોધી કાઢયો
 

વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાં સાત વર્ષ પહેલા નોંધાયેલા મર્ડરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપીને મોરબી એસઓજીએ શોધી કાઢયો હતો.

સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરના મહાનિદેશક દ્રારા નાસતા ફરતા આરોપીઓ પકડવા ડ્રાઇવ રાખવામાં આવી હતી જે અન્વયે મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ સુચના કરેલ હોય મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતો તે દરમ્યાન શેખાભાઇ મોરી તથા ભાવેશભાઇ મિયાત્રાને મળેલ ખાનગી બાતમી આધારે વાંકાનેર સીટી પોલીસ મથકે વર્ષ-૨૦૧૪ માં નોંધાયેલ આઇપીસી કલમ ૩૦૨(મર્ડર), ૩૦૭, ૫૦૪ ના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપી શીવાભાઇ કાનજીભાઇ ભાટી વણઝારા (ઉ.વ.૩૨) ધંધો મજુરી રહે.વીસીપરા ધમલપુર તા.વાંકાનેર જી.મોરબી હાલ રહે. ધરાનગર જુનાગઢ વાળો વાંકાનેરના ચંદ્રપુર ગામના નાલા પાસેથી મળી આવતા તેને પકડી પાડીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.આ કામગીરી એસઓજી સ્ટાફના રસિકભાઇ કડિવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, ડ્રાઇવર સંદિપભાઇ માવલા ચથા પ્રિયંકાબેન પૈજાએ કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ








Latest News