વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત
માળીયા (મિં.)ના નાના દહીંસરા ગામે વાડાની ઓરડીમાંથી ૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો : એકની શોધખોળ
SHARE









માળીયા (મિં.)ના નાના દહીંસરા ગામે વાડાની ઓરડીમાંથી ૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો : એકની શોધખોળ
માળીયા (મી)તાલુકાના નાના દહીસરા ગામે વાડામાં આવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની ૮૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૨૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના નાના દહીંસરા ગામે ઈરફાનભાઇ અલીભાઈ સુમરાના કબ્જા વાળા વાડાની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી સમરથસિંહ ઝાલા અને વિપુલભાઇ ડાંગરને મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઈરફાનભાઇ સુમરાના વાડામાં બનાવેલ ઓરડીમાંથી દારૂની ૮૬ બોટલો મળી આવી હતી.જેથી હાલમાં પોલીસે ૩૨,૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને વાડામાં બનાવવામાં આવેલ ઓરડીમાં રહેતા અનિલભાઈ અરજણભાઈ ચાવડા જાતે કોળી (ઉંમર ૨૫) રહે.હાલ કાંતિનગર વસંતરાય હોટલ પાછળ મોરબી-૨ મૂળ રહે.હરીપર તા.માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને વાડાનો માલિક ઈરફાનભાઇ અલીભાઈ સુમરા હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
મારામારીમા ઈજા
મોરબીના પીપળી ગામે રહેતા નિર્મળાબેન સૂર્યકાંતભાઈ પટેલ નામના ૫૦ વર્ષના મહિલાને મહેન્દ્રનગર ગામે મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓના જમાઈ કિશોરભાઈ તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવ્યા હતા બનાવી જાણ તથા પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
ધાંગધ્રા નજીક આવેલ કંકાવટી ગામે રહેતો રમેશ મગનભાઈ ડાભી નામનો ૩૫ વર્ષીય યુવાન બાઈક લઈને હળવદના શક્તિનગર ગામ પાસેથી જતો હતો ત્યારે ત્યાં આવેલ નકલંકધામ મંદિર પાસે તેનું બાઈક ગાય સાથે અથડાતા ઇજાઓ થવાથી તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
