મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં જુગારની ચાર રેડ: એક મહિલા સહિત ૧૩ જુગારી ૧.૧૦ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE

















મોરબી-માળીયા તાલુકામાં જુગારની ચાર રેડ: એક મહિલા સહિત ૧૩ જુગારી ૧.૧૦ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી અને માળીયા તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી તેમાં એક મહિલા સહિત કુલ મળીને ૧૩ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તે જુગારીઓ પાસેથી કુલ મળીને ૧,૧૦,૬૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી

લાયન્સનગર જુગાર

મોરબી શહેરના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રાષ્ટ્રીય શાળા પાસે જાહેરમાં જુગાર રમતા આવવાની વતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ચકલા પોપટનો જુગાર રમતા રમાડતા મહિલા મળી આવી હતી જેથી કરીને પોલીસે કંચનબેન સુમિતભાઈ આડેસરા જાતે કોળી (ઉંમર ૪૦) રહે. લાઇન્સનગર તેમજ જુગાર રમી રહેલ અલીભાઈ હાસમભાઈ કાસમાણી (ઉમર ૬૫) રહે. લાયન્સનગર વાળા પાસેથી ૫૨૫૦ નો મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગાર હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પંચાસર રોડ જુગાર

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ છોટાલાલ બાવરવાના ઘરની અંદર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ધર્મસિદ્ધિ સોસાયટીમાં જુગાર રમતા ઘરધણી વિરેન્દ્રભાઈ છોટાલાલ બાવરવા, દિપક સવજીભાઈ વાઘડીયા, જયદીપભાઇ કેશવજીભાઈ અમૃતિયા, હર્ષદભાઈ દલપતભાઈ અઘારા, સમીરભાઈ નાગજીભાઈ કાવઠીયા અને રાજેશભાઈ રમેશભાઈ વાઘડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામ આરોપીઓ પાસેથી ૯૫૨૫૦ ની રોકડ કબજે કરીને જુગાર તારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા જુગાર

માળીયા તાલુકાના ધરમનગર (નવાગામ)માં કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા નાનજીભાઈ કાનજીભાઈ ધામેચા, મહેશભાઈ લક્ષ્મણભાઈ ધામેચા, બળવંતભાઈ શામજીભાઈ ધામેચા, દિનેશભાઈ બાબુલાલભાઈ પરમાર અને જયદીપભાઇ હરજીવનભાઈ કુબાવત જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી




Latest News