મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે શાળાના બે શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


SHARE













ટંકારાના વીરપર ગામે શાળાના બે શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

ટંકારા તાલુકાના વિરપર ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકનો વિરપર ગામે વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહનું આયોજન વિરપર ગ્રામ પંચાયત અને શાળા પરીવાર અને સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના વીરપર ગામે પ્રાથમિક શાળામાં થયેલા ૧૫ વર્ષથી શિક્ષણ કાર્ય કરનારા શિક્ષક જસમતભાઈ ભેંસદડીયા અને ૨૬ વર્ષથી કાર્યરત રહેલા બહેન દમયંતીબેન એમ. પટેલની ગામની શાળામાં કામગીરીને બિરદાવવા માટે તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એન.વીડજા, મુખ્ય મહેમાન મામલતદાર  કેતનભાઇ સખીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ, મદદની તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, તેમજ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ચાવડા હાજર રહ્યા હતા. અને નિવૃત થયેલા બને શિક્ષકોનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરીવાર તેમજ વિરપર ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ લવજીભાઈ લીખીયા, ઉપસરપંચ મંજુલાબેન અજરામ મુંદડીયા, સદસ્ય પ્રહલાદસિંહ હરુભા જાડેજા, રાજેશભાઈ સવજીભાઈ બાવરવા,સંગીતાબેન પ્રભુભાઈ બાવરવા, અલ્પાબેન મેહુલભાઈ લીખીયા, ઊર્મિબેન હર્ષદભાઈ ભુંભરીયા, મયુરભાઈ જયંતીલાલ ચાવડા, તલાટી કમ મંત્રી એ. એમ. દેત્રોજા જેહમત ઉઠાવી હતિ.








Latest News