મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઉનહોલ ખાતે વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્‍થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ કાર્યક્રમ યોજાયો


SHARE

















 

 

ગીરના જંગલમાં ચૌદ વર્ષની ચારણકન્યા સિંહ સામે થાય તેનું અકલ્પીય વર્ણન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે- મંત્રીશ્રી વાસણભાઇ આહિર

રાષ્ટ્રીય શાયર અને ગુજરાતના પ્રસિધ્ધ લોકસાહિત્કાર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણીનું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણના રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ટાઉનહોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણના રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી સમગ્ર રાજયમાં ગુજરાતના પ્રસિધ્ધ લોકસાહિત્કાર શ્રી ઝવેરયંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણી દરેક જિલ્લામાં કરવામાં આવી છે. કાઠિયાવાડની ધરોહરને સાચવવા માટે ઝવેરચંદ મેઘાણીએ બલીદાન આપ્યું છે. ઝવેરચંદ મેઘાણીએ પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું એટલે આપણે આજે પણ તેને યાદ કરીએ છીએ.ગીરના જંગલમાં ચૌદ વર્ષની ચારણકન્યા સિંહ સામે થાય તેનું અકલ્પીય વર્ણન ઝવેરચંદ મેઘાણી કર્યું છે. ગામડાના દિકરા-દિકરી પોતાની સંસ્કૃતિ જાળવે એ માટેની પ્રેરણા ઝવેરચંદ મેઘાણી દ્વારા મળે છે.

 મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના  જીવન કવન પર આધારિત કલાકારો દ્વારા પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. જિલ્લાના ગ્રંથાલયમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો મંત્રીશ્રીના હસ્તે ગ્રંથપાલશ્રીઓને એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. એલ.ઇ. કોલેજના આચાર્યશ્રી એસ.એન પંડયા દ્વારા મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણના રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખદુલર્ભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, એલ.ઇ. કોલેજના આચાર્ય એસ.એન પંડયા, ટંકારા સ્વામી દયાનંદ આશ્રમમાંથી રામદેવજી શાસ્ત્રી, અગ્રણી સર્વે લાખાભાઇ જારીયા, જયોતિસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ, જયુભા, સુરેશભાઇ શિરોહીયા સહિત નગરજનો સિમિત સંખ્યામાં કોવીડ-૧૯ની સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News