મોરબીના સુરક્ષા મંડળના પ્રયાસોથી કાર માલીકને અકસ્માત વિમાના ૩.૫૭ લાખનુ વળતર મળ્યુ
SHARE









મોરબીના સુરક્ષા મંડળના પ્રયાસોથી કાર માલીકને અકસ્માત વિમાના ૩.૫૭ લાખનુ વળતર મળ્યુ
મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા અશ્વીનભાઇ ગોકળભાઇ ધરોડીયાનો કાર અકસ્માત વિમો કેઇસ ચોલા મંડળ એમ.એસ. ઇસ્યુરન્સ કંપની સામે કરતાં રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તે કેઇસ ચાલી જતા કાર માલીક અશ્વીનભાઇ ધરોડીયાને ત્રણ લાખ છપન હજાર નવસો ચોસઠ રૂપિયા છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો ફોરમે વિમા કંપમીને આદેશ કરેલ છે.
મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના રહીશ અશ્વીનભાઇ ગોકળભાઇ ધરોડીયાની ગાડીને અકસ્માત થયેલ ચોલા મંડળ એમ.એસ. વીમા કંપની પાસે વીમો ઉતરાવેલ ધ્રાંગધ્રા પાસે કુતરાને બચાવવા જતા અકસ્માત થયેલ વીમા કંપનીએ ગાડીને થયેલ નુકશાન આપવાની ના પાડેલ જેથી રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેઇસ દાખલ કરવામાં આવેલ જેમાં કોર્ટ ગ્રાહક અશ્વીનભાઇ ધરોડીયાને ત્રણ લાખ છપન હજાર નવસો ચોસઠ રૂપિયા કેઇસ દાખલ કરેલ ત્યારથી છ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.સરકારે ગ્રાહકોના હીત માટે ધણાં સારા કાયદા કરેલા છે. પરંતુ ગ્રાહક લાભ લેતા નથી વીમા કંપની સાચા ખોટા કારણો બતાવી ગ્રાહકોને વીમો આપવામાં ઠાગા ઠેયા કરે છે માટે હવે ગ્રાહકે જાગૃતિ લાવવાની જરૂરત છે. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી શકે છે તેમ પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.
