રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ઉમિયાનગર ગામ પાસે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયેલ આધેડને છાતી અને માથાના ભાગે ઇજા થતાં મોત


SHARE







ટંકારાના ઉમિયાનગર ગામ પાસે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયેલ આધેડને છાતી અને માથાના ભાગે ઇજા થતાં મોત

ટંકારા તાલુકાના ઉમિયા નગર ગામ પાસેથી ટ્રેક્ટર પસાર થતું હતું ત્યારે ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા ટ્રેક્ટરના પંખા ઉપર બેઠેલ આધેડ નીચે પટકાયા હતો અને તેને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓનું મોત થયુ હતું જેથી કરીને હાલમાં ટ્રેક્ટર ચાલક સામે મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામના રહેવાસી અને હાલમાં સનાળા ગામે ભગડા મામા વાળી શેરીમાં રહેતા અરજણભાઈ સવજીભાઈ બોરસણીયા જાતે પટેલ (ઉંમર ૬૦) એ ટ્રેક્ટર નંબર જીજે ૯ બી ૫૪૯૮ ના ચાલક દુર્લભજીભાઈ રામજીભાઈ રહે. ઉમિયાનગર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ઉમિયાનગર ગામની સીમમાંથી આરોપી પોતાના હવાલા વાળું ટ્રેક્ટર લઈને ઢાર ઉતારતા હતા ત્યારે અચાનક તેણે ટ્રેક્ટરની બ્રેક મારી હતી જેથી કરીને ટ્રેક્ટરના જમણી સાઈડના પંખા ઉપર બેઠેલ રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા અકસ્માતે નીચે પડ્યા હતા જેથી કરીને તેને છાતી અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું મોત નિપજ્યુ હતું હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News