રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE







ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


ટંકારાના સરાયા ગામે બનાવાયેલ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૪-૨૫ નવેમ્બરના રોજ યોજાવાનો છે જેમા ૧૧ કુંડી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.ટંકારાના સ્લોગન પરિવાર દ્વારા ટંકારાના સરાયા ગામે સરાયાના નેસડા રોડ ઉપર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૧ કુંડી મહાયજ્ઞ તા.૨૪ અને ૨૫ નવેમ્બર યોજાશે.તા.૨૪ ના રોજ સવારે ૮ કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, સ્થાપિત દેવ પૂજન, ગ્રહશાંતિ, જલયાત્રા, પ્રસાદ, વાસ્તુ બાદ સાંજે ૪ કલાકે શોભાયાત્રા, કુટીર હોમ અને ધાન્યાદિવાસ યોજવામાં આવશે બાદમાં સરાયા ખાતે સ્લોગન પોલીપેક પ્રા.લી. ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે ૮:૩૦ કલાકે ભનજ સંધ્યામાં ભજનીક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા રમઝટ બોલાવશે. યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રશાંતભાઈ (મોરબી) બીરાજશે.

ધ્રુવનગર ખાતે જીવામામાનો માંડવો

ટંકારાના ધ્રુવનગર ખાતે તા.૨૪ ના રોજ જીવામામાના મંદિરના લાભાર્થે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.જીવામામા મિત્રમંડળ દ્વારા આયોજિત આ નવરંગા માંડવામાં તા.૨૪ નવેમ્બરના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું પૂજન થશે. સાંજે ૬ કલાકે ધ્રુવનગર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે ૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે.






Latest News