રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર પાસે મહિલાને કચડી નાખનાર ટ્રક ડ્રાઈવર સામે નોંધાયો ગુનો


SHARE







ટંકારાના ધ્રુવનગર પાસે મહિલાને કચડી નાખનાર ટ્રક ડ્રાઈવર સામે નોંધાયો ગુનો

ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસેથી બે દિવસ પહેલા ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે ટ્રક ચાલકે તેને ઠોકર મારી હતી જેથી બાઈક બેઠળ મહિલા નીચે પડી ગઈ હતી અને ત્યારે પાછળ આવી રહેલ બીજો ટ્રક તેના ઉપર ફરી વાળ્યો હતો જેથી ટ્રક નીચે કચડાઈ જવાથી મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક મહિલાના પતિએ હાલમાં ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર સરદાર પટેલ સોસાયટીના રહેવાસી ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયા (૩૮) અને તેના પત્ની નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયા (૩૬) તેના બાઈક નંબર જીજે ૩ ઈએન ૨૭૧૧ ઉપર મોરબીથી રાજકોટ લગ્નમાં ઇ રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસે જીવામામાના મંદિર પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને બાઈકમાંથી નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયા નીચે પડી ગયા હતા અને ત્યારે પાછળ આવી રહેલ ટ્રક જીજે ૧૧ વીવી ૩૭૮૬ નો ટાયરનો જોટો ફરિયાદીના પત્નીના મોઢા અને શરીર ઉપર ફેરવી દેતા મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં હાલમાં મૃતક મહિલાના પતિએ ટંકાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News