મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં વૃદ્ધની દુકાન પચાવી પડનારા ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE





























વાંકાનેરના જીનપરામાં વૃદ્ધની દુકાન પચાવી પડનારા ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

વાંકાનેર શહેરમા જીનપરા મેઇન રોડ પર આવેલ દુકાન સબંધના નાતે વૃદ્ધે વાપરવા આપી હતી જેને ત્રણ શખ્સો દ્વારા પચાવી પાડવામાં આવી છે જેથી કરીને વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ જુના વઘાસીયાના રહેવાસી અને હાલમાં વાંકાનેર પરવેઝ પાર્ક આસીયાના સોસાયટીમાં રહેતા રસુલભાઇ હાજીભાઇ માથકીયા જાતે મોમીન (ઉ.૬૧)એ જલાલભાઇ વલીભાઇ પરાસરા, પરવેઝ જલાલભાઇ પરાસરા અને નુરઅખતરભાઇ જલાલભાઇ પરાસરા રહે. ત્રણેય ગુલશન પાર્ક ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી સી હે જેમાં તેને લખાવ્યું છે કે, આજથી અઢી વર્ષ પહેલા તથા તા.૨૯/૧૨/૨૦૨૦ ના રોજ ફરીયાદીની માલીકીની વાંકાનેર શહેરમા જીનપરા મેઇન રોડ પર આવેલ સર્વે નં. ૩૦૦૨ પૈકી ચે.ફ.ચો.મી. ૯૫-૭૮ સે.મી.ચો.વાર ૧૧૫ વાળી પાકી દુકાન સબંધના નાતે વાપરવા આપી હતી જે દુકાનને આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબજો કરી લઇ હાલ સુધી પોતાના કબજામા રાખી છે અને તેનો વપરાશ પણ કરે છે અને ફરીયાદીએ આરોપીઓને આ દુકાન ખાલી કરી સોપી આપવા કહ્યું હતું ત્યારે ફરીયાદીને ગાળો બોલી મારવા દોડ્યા હતા જેથી કરીને વૃધ્ધની ફરિયાદના આધારે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ ૫૦૪ ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જુગારી પકડાયા
મોરબીમાં ટીંબાવાળી મેલડી માં જવાના રસ્તે કાંતીભાઇ છગનભાઇના ઘરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યા જુગારની રેડ કરી હતી ત્યારે સવજીભાઇ ભીમાભાઇ સેલાણી, ચંદ્રકાંતભાઇ અમ્રુતલાલ કક્કડ, કાંતીભાઇ છગનભાઇ લોલાડીયા અને કિશોરભાઇ બેચરભાઇ વરાનીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૬૦૦ ની રોકડ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરી છે
















Latest News