વાંકાનેરના જીનપરામાં વૃદ્ધની દુકાન પચાવી પડનારા ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
રાજકોટના યુવાનનું શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર મકાન આવેલ છે જેના ઉપર બે શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૭ થી કબ્જો કરી લેવામાં આવેલ છે જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ વેલનાથ ચોક ગોવીંદનગર શેરી નંબર-૧ સોરઠીયા પ્રજાપતીની વાડી પાસે રહેતા રમેશભાઇ બીજલભાઇ મકવાણા જાતે આહીર (ઉ.૪૨)એ હાલમાં નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા અને જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા રહે. બન્ને મોટા રામપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, જુલાઇ ૨૦૧૭ થી આજ દિન સુધી મોરબી તાલુકાના અમરેલી ગામના સર્વે નંબર-૧૪૧ ની શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર આરોપીઓએ ફરીયાદીની માલીકીનુ રહેણાંક હેતુ માટે મકાન આવેલ છે જેના ઉપર કબ્જો કરી લીધેલ છે અને તેનો વપરાશ કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે