મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી : હળવદ જ્યોત હોસ્પિટલ ખાતે કાલે આયુષ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા માઁ કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડના લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન 


SHARE





























મોરબી : હળવદ જ્યોત હોસ્પિટલ ખાતે કાલે આયુષ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા માઁ કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડના લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન 

 આવતીકાલે તારીખ ૨૦-૬ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી હળવદ શહેર મધ્યે આવેલ જીવન જ્યોત હોસ્પિટલ (દરબાર નાકા) ખાતે આયુષ હોસ્પિટલ મોરબીના નિષ્ણાંત તબીબો દ્વારા માઁ કાર્ડ તેમજ આયુષમાન ભારત કાર્ડ ધારક દર્દીઓ માટે વિના મૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન (ઢીંચણના સાંધાના દુઃખાવાના ઓપરેશન), ઓર્થોસ્કોપી ઓપરેશન (સાંધાના જટિલ ઓપરેશન કે જે દૂરબીન દ્વારા વાઢકાપ વગર થાય છે), હાડકાના વિવિધ ઓપરેશન, એપેન્ડિક્સ - સારણ ગાંઠ - હરસ મસા ભગંદર  જેવા સર્જરીના ઓપરેશન , યુરો સર્જરીના ઓપરેશન (કિડની તથા પેશાબને લગતી સમસ્યાના ઓપરેશન) , સ્ત્રીરોગને લગતા ઓપરેશન (ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન) ઉપરોક્ત રોગ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કર્યું છે તો આ વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનો લાભ લેવા હળવદ તાલુકા ની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કેમ્પ તારીખ ૨૦-૬ ને રવિવાર સવારે ૧૦ થી ૧ જીવન જ્યોત હોસ્પિટલ દરબાર નાકા હળવદ અગાઉથી નામ નોંધવા માટે નો.92 28 108 108 ઉપર સંપર્ક કરવાનો રહેશે.આ કેમ્પ માત્ર ઓપરેશન કરાવવું પડે તેવા દર્દી નારાયણ માટે જ છે.અગાઉ કોઈપણ દવાખાના માં તપાસ તેમજ નિદાન થઈ ગયું હોય તેવા દર્દી નારાયણ એ જ આવવું અને જૂની ફાઇલ તથા વિગત સાથે લઈને આવવી.આ કેમ્પમાં કોરોના ગાઈડ લાઇન નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે
















Latest News