રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપરમાં રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા છરી વડે હુમલો : બંને પક્ષેથી મહિલા સહિત સાતને ઇજા


SHARE







ટંકારાના વીરપરમાં રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા છરી વડે હુમલો : બંને પક્ષેથી મહિલા સહિત સાતને ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે છરી, ધોકા વડે સામ સામે મારામારી કરવામાં આવી હતી જેથી મહિલા સહિત કુલ મળીને સાત જેટલા લોકોને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ મારામારીના આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા જાતે કોળી (૪૦) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા, સુનિલભાઈ રાજુભાઈ ઉઘરેજા અને સંજય રાજુભાઈ ઉઘરેજા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રાજુભાઈને રિક્ષા સાઈડમાં ચલાવવા માટે થઈને તેમણે કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને રાજુભાઈએ ફરિયાદી મેરૂભાઈ તથા તેના પિતાને ગાળો આપી હતી અને તેના પિતાને હાથમાં ધોકો મારીને ફેકચર જેવી ઇજા કરી હતી તો સુનિલભાઈએ ફરિયાદી મેરૂભાઈને ડાબા હાથની બગલ પાસે અને અંગૂઠામાં છરી વડે ઇજા કરી હતી તેમજ સાહેદ યુનુસભાઈને ડાબા પગના ભાગે છરી મારીને ઇજા કરેલ છે અને સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજાએ ફરિયાદી મેરૂભાઈ તથા ગીતાબેનને ધોકા વડે માર માર્યો હતો. જેથી તેઓને ઈજા થયેલ હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મેરૂભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

તો સામા પક્ષેથી વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજા જાતે કોળી (૨૩) એ મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા, બચુભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા અને ગીતાબેન મેરૂભાઈ ઉઘરેજા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજાએ લાકડાના ધોકા વડે તેને માથાના ભાગે માર મારીને ઇજા કરીએ હતી તેમજ મેરૂભાઈ અને બચુભાઈએ ફરિયાદી તથા અન્ય સાહેદોને ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને પોલીસે સંજય ઉઘરેજાની ફરિયાદ લઈને મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે અને મારામારીના આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News