મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હળવદ-ટંકારામાં ચાર ઘરફોડ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત સાત શખ્સોની ગેંગ ઝડપાઇ: એકની શોધખોળ


SHARE













મોરબી જિલ્લાના હળવદ-ટંકારામાં ચાર ઘરફોડ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત સાત શખ્સોની ગેંગ ઝડપાઇ: એકની શોધખોળ

મોરબી જિલ્લાના હળવદ અને ટંકારા તાલુકામાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીના સમય ગાળામાં જુદાજુદા વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી જેથી કરીને આ ચોરીની ઘટનાના ભેદ ઉકેલવા માટે પોલીસે દ્વારા કવાયત કરવામાં આવી રહી હતી દરમ્યાન પોલીસે હાલમાં ચાર ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ગેંગના મુખ્ય સૂત્રધારા સહિત સાત શખ્સોને દબોચી લીધા છે અને હજુ એક આરોપીને પકડવાનો બાકી છે

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ પોલીસે જુદાજુદા ગુનાના ભેદ ઉકેલવા માટે કામ કરી રહી છે તેવામાં મોરબી જિલ્લાના હળવદ અને ટંકારા તાલુકામાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીના સમય ગાળામાં જુદાજુદા વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી જેમાં દુકાનો, ગોડાઉન, મંદિરમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરીને દુકાન કે ગોડાઉનના શર્ટર ઉચા કરી તથા મંદિરના તાળા કે નકૂચા તોડીને ચોરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેની કરીને આરોપીની મોડેસ ઓપરેન્ડી ઉપરથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં એલસીબીના પીઆઇ દિપક ઢોલને મળેલ બાતમી આધારે મોરબી જીલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગને ઝડપી લેવામાં આવેલ છે

હાલમાં પોલીસે જે આરોપીને પકડ્યા છે તેમાં વિરેન વિજયભાઇ રાઠોડ જાતે તેલી (૨૧) રહે. હાલ નટરાજ ફાટક એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની  સામે ઝુપડામાં મોરબી મુળ ગામ બરઝર તા.ભાભાર (એમ.પી.), દિનેશભાઇ તેજાભાઇ મેડા જાતે અનુ. જન જાતિ. (૨૨) રહે. હાલ એલ.ઇ. કોલેજ જવાના રસ્તા ઉપર ઝુપડામાં મોરબી મુળ કાલાપીપર તા.જી.જાબુઆ (એમ.પી.), નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા જાતે દેવીપુજક (૨૩) રહે. હાલ ભીમસર વિહોત માતાજીના મંઢ પાસે મોરબી, રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા જાતે દેવીપુજક (૨૨) રહે. દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ કવાર્ટર બ્લોક નં-બી/૦૨ રૂમ નં-૨૦૨ મોરબી મુળ ગામ કુંઢ તાલુકો હળવદ, પપ્પુભાઇ નવાભાઇ પરમાર જાતે આદીવાસી (૨૦) રહે. હાલ પાડા પુલ નીચે ઝુપડામાં મોરબી મુળ વરમખેડા પડાવ ફળીયુ તાલુકો દાહોદ, પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર જાતે આદીવાસી (૨૦) રહે. હાલ એલ.ઇ. કોલેજ સામે ઝુપડામાં મોરબી મુળ ગેહલર તાલુકો જાંબુઆ, અને હરેશભાઇ નરશુભાઇ મોહનીયા જાતે આદિવાસી (૨૦) રહે. હાલ પાડા પુલ નીચે ઝુપડામાં મોરબી મુળ જાંબુકાંઠા નેહલ ફળીયુ તાલુકો દાહોદ વાળાને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી અજય પ્રકાશભાઇ ભુરીયા જાતે આદીવાસી રહે. હાલ પાડા પુલ નીચે મુળ ગામ બેટમા તાલુકો દેપાલપુર (એમ.પી.) વાળાને પકડવાનો બાકી છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ર૦૧૬થી ૨૦૨૨ સુધીના સમય ગાળા દરમ્યાન આ તમામ આરોપીઓએ સાથે મળીને જુદાજુદા સ્થળે ચોરીની ઘટનાને અંજામે આપેલ છે અને આ ટોળકીના વિરેન વિજયભાઇ રાઠોડ અને દિનેશભાઇ તેજાભાઇ મેડા લીડર છે અને અન્ય આરોપીઓને સાથે રાખીને જુદાજુદા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા હાલમાં આ આરોપીઓને મોરબી જીલ્લામાં હળવદ તથા ટંકારા પોલીસ સ્ટેશન્ના વિસ્તારમાં જુદાજુદા સ્થળે ચોરીઓ કરી હોવાની કબૂલાત આપેલ છે અને ઘરફોડ ચોરીના ગુનાઓ આચરીને આરોપીઓએ કુલ ૧૩,૬૫,૯૦૦ નો મુદામાલ મેળવ્યો હતો તેવું પોલીસ સમક્ષ કાબુલ કરેલ છે જેથી પોલીસે આરોપીઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૪૦૧, ૩૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે








Latest News