વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી


SHARE









મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી

મોરબીના પ્રાધ્યાપકે 'સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ: એક અઘ્યયન' વિષય ઉપર પીએચડી કરીને મુકેશકુમાર એ. કાંજીયા ડીગ્રી હાંસલ કરી છે અને પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે જેથી તેની ઉપર ઠેરઠેરથી અભિનંદન વરસી રહ્યા છે

મોરબી નજીક આવેલ ખાખરાળા ગામના મૂળ રહેવાસી અને હાલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં હિન્દી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર એ. કાંજીયાએ “સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ” એક અઘ્યયન વિષય ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર્ટ્સ વિભાગના ભૂતપૂર્વ ડીન અને ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના પ્રો ડૉ પ્રવિણસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરીને યુની.માં રજૂ કર્યો હતો. જે યુની.એ માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે ત્યારે પી.એચ.ડી.ની પદવી મેળવી મોરબી તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે




Latest News