મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના પૂર્વ વ્યવસ્થાપક આચાર્ય વિદ્યાદેવજીનું નિધન


SHARE













ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના પૂર્વ વ્યવસ્થાપક આચાર્ય વિદ્યાદેવજીનું નિધન

મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના ભૂતપૂર્વ વ્યવસ્થાપક અને આચાર્ય વિદ્યાદેવજીનું સોમવાર તા ૧૦ એપ્રિલના રોજ સવારે નિધન થયેલ છે. તેમના અંતેષ્ઠી સંસ્કાર દિલ્હી ખાતે વૈદિક વિધિથી કરવા આવી હતી

આચાર્ય વિદ્યાદેવજીના નિધનથી શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ તથા ટંકારા વિસ્તારને ન પુરાય તેવી મોટે ખોટ પડેલ છે. આચાર્ય વિદ્યાદેવજીએ ભૂકંપ તથા દુષ્કાળમાં  અગણિત સેવા કાર્યો કરેલ  છે તેમના સમયમાં ટ્રસ્ટમાં  અનેક બિલ્ડીંગોનું નિર્માણ કાર્ય થયેલ છે. અને તેઓ સ્વાભાવે હસમુખખા તથા મિલનસાર હતા જેથી ટંકારા ટ્રસ્ટ સાથે ગ્રામજનોનું જોડાણ તેમના થકી થયું હતું ખાસ કરીને ગૌ સેવક ધર્મબંધુજીનું નામકરણ આચાર્ય વિદ્યાદેવજીએ કરેલ છે અને પોતાની હાથ બચત મુડીને પોસ્ટ એકાઉન્ટમાં રાખી એમના મુત્યુ બાદએ રકમ દેશના કાજે વપરાઈ માટે નોમિનેટ પણ કર્યુ ન હતું. નાની બચતના એજન્ટ જગદીશ કુબાવતે જણાવ્યું કે, મે જ્યારે નોમિનેશન માટે પુછયુ ત્યારે એમ કહું કે, હું આવ્યો ત્યારે કાઈ હતું નહી જતી વખતે પણ કાઈ હશે નહી તો દેશ એજ નોમિનેશન છે આ બચતની રકમ દેશહિત કાજે વપરાશે એ આનંદની લાગણી છે આવા રાષ્ટ્ર પ્રેમી અને સત્યના સાધક વિધાદેવજીના દિવ્ય આત્માને પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવું સહુ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે






Latest News