વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસ ઘરે ઘરે જઈને સિનિયર સિટીજનોને આપશે સાયબર ક્રાઇમની સમજણ


SHARE













મોરબી જિલ્લામાં પોલીસ ઘરે ઘરે જઈને સિનિયર સિટીજનોને આપશે સાયબર ક્રાઇમની સમજણ

સમગ્ર રાજ્યમાં સિનિયર સિટીજનોની સુરક્ષા માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે એકલા રહેતા વૃદ્ધો સહિત તમામ સિનિયર સિટીજનો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે મોરબી જીલ્લામાં પણ આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, સિનિયર સિટીજનોને સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવી છે આ ટિમોએ વૃદ્ધોને કેવી રીતે સમજણ આપવી તેની માહિતી અને માગદર્શન આપવા માટે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો હતો જેમાં હેડ ક્વાર્ટર ડીવાયએસપી ગોસ્વામી સહિતના અધિકારીઓ અને સી ટીમના કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કેસિનિયર સિટીજનોને અમુક ઠગ ટોળકી કોલ કરી અથવા મેસેજમાં ઓટીપી માંગીને ગુના આચરતી હોય છે. જેથી આવા બનાવોને રોકવા માટે મોરબી જિલ્લાના તમામ વૃદ્ધોના ઘરે જઈ તેમને સાયબર ક્રાઇમ અંગેની માહિતી અને સમજણ આપવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ૬૦૦ જેટલા વૃદ્ધો પોર્ટલ ઉપર નોંધાયા છે. અને ન નોંધાયેલા સિનિયર સીટીઝનને પણ સી ટીમ દ્વારા સાઇબર ક્રાઇમની માહિતી આપવામાં આવશે






Latest News