મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

રહી રહીને બહાદુરી: મોરબીમાં ફૂડ વિભાગે હવે ૧૬ વેપારી પાસેથી મરચા-મસાલાના સેમ્પલ લીધા


SHARE











રહી રહીને બહાદુરી: મોરબીમાં ફૂડ વિભાગે હવે ૧૬ વેપારી પાસેથી મરચા-મસાલાના સેમ્પલ લીધા

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મસાલામાં ભેળસેળ કરવામાં આવે છે તેવી ફરિયાદ કરી હતી ત્યાર ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા મરચા અને મસાલાના એક કે બે નહીં પરંતુ ૧૬ જેટલા વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે ત્યારે આખી સિઝન પૂરી થવા આવી ત્યારે રહી રહીને ફૂડ વિભાગની ટીમે બહાદુરીનું કામ કર્યું હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે

મોરબીમા ઠેકઠેકાણે તંબુતાણીને મરચા દળવાની પ્રક્રિયા ચાલે છે જો કે, ઘણી જગ્યાએ આવા મરચા દળવાવાળા દ્વારા મસાલામાં કલર મેળવવામાં આવે છે તેમજ જથ્થો વધારવા માટે અન્ય પ્રકારના ભુસાની મીલાવટ કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ વિભાગને તપાસ કરી નમુના લેવામાં આવેલ તેવી ફરિયાદ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ થોડા સમય પહેલા કરી હતી ત્યાર બાદ ગુરુવારે મોરબીના ફુડ સેફ્ટી ઓફીસરો એમ.એમ. છત્રોલા અને સી.કે. નીમાવત દ્વારા મસાલા માર્કેટમાં જઈને મરચુ, ધણાજીરૂ અને હળદરના એક કે બે નહીં પરંતુ ૧૬ વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે

હાલમાં જે વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે તેમાં મહારાણા પ્રતાપ ચોક, કડીયા બોર્ડીંગ પાસે જલારામ મસાલા ભંડાર, મહેન્દ્રનગર ચોકડીએ ઝરમર મરચા એન્ડ ફ્લોર મીલ, કાનાભાઈ દાબેલીની બાજુના વંડામાં વિકાસ મસાલા, જય ખેતલીયા મસાલા, આકાશ મસાલા, ક્રિષ્ના મસાલા, કિંગ મસાલા, રવાપર ચોકડીએ શિવ શકિત મસાલા હાઉસ, ઉમીયા સર્કલે ઉમીયાજી શાક માર્કેટની બાજુમાં રાજકોટ મસાલા માર્કેટ, શનાળા નજીક ફેમસ મરચા સેન્ટર, ખોડલ મસાલા ભંડાર, માફક મસાલા, ઝમઝમ મસાલા, માહિરા મરચા સેન્ટર, જય મલાર મરચા સેન્ટર, ખોડીયાર કૃપા મરચા સેન્ટર અને ન્યુ ગોંડલ મસાલા ભંડાર વિગેરે સ્થળેથી સેમ્પલ લેવામાં આવેલ છે અને વેપારીઓને સ્થળ ઉપર ચોખાઈ રાખવા માટે સૂચના આપવામાં આવી છે




Latest News