મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક કાર ચાલકે રોડ ક્રોસ કરતાં બાળકને હડફેટે લેતા બાળકનું મોત : ગુનો નોંધાયો


SHARE







ટંકારાના મીતાણા નજીક કાર ચાલકે રોડ ક્રોસ કરતાં બાળકને હડફેટે લેતા બાળકનું મોત : ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના મીતાણાથી ગણેશપર જતા રસ્તા ઉપર આવેલ પોલીપેકના કારખાના પાસે રોડ ક્રોસ કરી રહેલા બાળકને અલ્ટો ગાડીના ચાલાકી હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તે બાળકનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પિતાએ કારચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રુદ્રપુર ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણાથી ગણેશ પર ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ ફ્રેન્સ પોલિપેક નામના કારખાનામાં મજૂરી કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા જયપ્રકાશભાઈ ગર્જુભાઈ ગોડ (૩૪)એ અલ્ટો કાર નંબર જીજે ૧૮ ડીજી ૩૦૮૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છેકે, તેનો દીકરો રિતેશ ચાલીને કારખાના પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે બે ફિકરાયથી પોતાની કાર ચલાવીને તેના દીકરાને હડફેટે લીધો હતો જેથી કરીને રિતેશને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઈજા થયો હોવાથી તેનો મોત નીપજ્યું હતું હાલમાં મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મારામારીમાં યુવાનને ઇજા
 
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રાજેશ દેવજીભાઈ સુરેલા જાતે કોળી નામના ૩૭ વર્ષના યુવાનને શહેરના ગાંધીચોક વિસ્તારમાં શાકમાર્કેટ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવને પગલે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મેથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે





Latest News