મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા નજીક ફાર્મ હાઉસમાં ઉંદર મારવાની દવા પી જતાં યુવાન સારવારમાં


SHARE







ટંકારા નજીક ફાર્મ હાઉસમાં ઉંદર મારવાની દવા પી જતાં યુવાન સારવારમાં

ટંકારા નજીક આવેલ ફાર્મ હાઉસમાં કામ કરતા મજૂર યુવાને કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ઈમરજન્સી વોર્ડમાં તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે જો કે, આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા નજીક આવેલ સલીમભાઈના ફાર્મ હાઉસ ખાતે મજૂરી કામ કરતા છોટેલાલ બાબુભાઈ મલરામ (૨૧) નામના યુવાને ફાર્મ હાઉસમાં હતો ત્યારે કોઈ કારણોસર ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થતા તેને પ્રાથમિક સારવાર ટંકારામાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે પૂજાબેન લઇને આવ્યા હતા અને ત્યાં ઈમરજન્સી વોર્ડમાં તે બેભાન હાલતમાં સારવાર હેઠળ હોય આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ આઈ.ટી. જામ ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર ઉંદર મારવાની દવા પીધી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સુર્યા પેટ્રોલ પંપ નજીક બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવમાં માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા ગફુરભાઈ દાઉદભાઈ ભટ્ટી (૪૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ 






Latest News