મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ


SHARE







વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ

(કેતન ભટ્ટી દ્વારા) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ શહેરનાં મુખ્ય આકર્ષણ રૂપ એવા માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલ ખાતે ૭૧ કિલોનો લાડુ ધરવામાં આવશે અને મહાઆરતી યોજાશે.

વાંકાનેર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરાનાં જણાવ્યા મુજબ વાંકાનેર ટાઉન હોલ ખાતે પૂર્વ નગરપતિ અને ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૭ ની રાત્રે ૭૧ કિ.ગ્રા નો લાડુ ધરવામાં આવશે અને શહેરનાં તમામ ભાવિકો આરતીનો લાભ લઈ શકે તે માટે આજરોજ રાત્રે મહાઆરતી કરવામાં આવી છે ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો એક સાથે વિઘ્નહર્તા ગણેશની સામૂહિક આરતી કરશે, માર્કેટ ચોક કા રાજા ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારા સ્વયં શિસ્ત સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, આ ઉપરાંત આજરોજ મોદીનાં જન્મ દિવસ નિમિત્તે શહેરનાં તમામ વોર્ડમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.






Latest News