વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ
મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારનારા સરપંચની ધરપકડ: હજુ એકની શોધખોળ
SHARE
મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારનારા સરપંચની ધરપકડ: હજુ એકની શોધખોળ
મોરબી તાલુકા ચકમપર ગામે રહેતા વૃદ્ધ તેના વાડામા હતા ત્યારે ગામના સરપંચ અને અન્ય એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેઓના ખેતર તરફ જતી પાણીની લાઇનનો એરવલવ તેને તોડ્યો છે તેવું કહીને માર માર્યો હતો જેથી વૃધ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ચકમપર ગામના સરપંચની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
ચકમપર ગામે રહેતા જેન્તિભાઇ ભીખાભાઇ દારોદ્રા જાતે કોળી (ઉ.૬૨)એ ચકમપર ગામના સરપંચ પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયા તથા એક અજાણ્યો માણસ આમ કુલ બે શખ્સોની સામે ગત તા ૮/૯ ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૩/૭/૨૦૨૧ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામા ચકમપર(જી.) ગામની સીમમા તેઓના વાડામા હતા ત્યારે તેના વાડાની જમીનમાથી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાની વાડીનો એરવાલ નીકળતો હોય જે તુટી જતા ફરીયાદીએ તે એરવલવ તોડેલ છે તેમ કહી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાએ તેને વાસામા લોખંડનો સળિયો મારી તથા બીજા આરોપીએ વાસામા પાવડાનો હાથો મારી મુંઢ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ હતી દરમ્યાન હાલમાં આ ગુનામાં પોલીસે ચકમપર ગામના સરપંચ પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયા (૬૪) ની ધરપકડ કરેલ છે