રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત


SHARE









વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરકારી ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ને ફાળવેલ છે જે જમીન  જમીન અંગે હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે ખરીદી કરવા મંજૂરી માંગેલ છે જો કે, તે ટ્રસ્ટને ન આપવા માટેની રજૂઆત જિલ્લા રજીસ્ટ્રારને કરવામાં આવી છે. 

હાલમાં વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ના સભ્યો રાજનભાઈ ચોથાભાઈ, જગદીશસિંહ ઝાલા અને કાંતિભાઈ છગનભાઇ દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની જમીન વાંકાનરે તાલુકાના ચંદ્રપુર ગામે ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકી કરોડો રૂપિયાની કીમતી જમીન આવેલ છે તે લેવા માટેની હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે મંજૂરી માંગેલ છે જો કે, આ જમીન ખુબજ કીમતી છે માટે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો આ સભ્યો દ્વારા આ જમીન પાણીના ભાવે ન આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ જમીનની બજાર કિમત આશરે ૧ વીઘાના દોઢ કરોડ કરતાં પણ વાધારે છે ત્યારે આ જમીન કોઈ ટ્રસ્ટને સાવ પાણીના ભાવે આપી દેવી તે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો તરીકે હિતાવહ દેખાતું નથી અને હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટએ એક સેવાકીય પ્રવૃતિ કરતું ટ્રસ્ટ છે તો વાંકાનેર દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખ હોસ્પિટલ, બંધુસમાજ હોસ્પિટલ જેવી સંસ્થાઓ પણ સેવાકીય પ્રવૃતિ હેતુથી કાર્યરત છે. અને વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની છેલ્લે મળેલ સામાન્ય સભામાં આ મુદાનો એજન્ડા ચર્ચા-વિચારણા કરવા બાબતે લેવામાં આવેલ છે. ત્યારે માત્ર પ્રમુખના કબૂલાતનામાં પ્રમાણે આ જમીન હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટને પોતાના આર્થિક ઉપાર્જન માટે આપવીએ યોગ્ય જણાતી નથી તેવું રજૂઆતમાં લખવામાં આવેલ છે.




Latest News