રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નંદીઘરની ખાલી થયેલ જગ્યામાં પાલિકા દ્રારા સોલર પાવર પ્લાન્ટ લગાવો : મહેશ રાજયગુરૂ


SHARE









મોરબીના નંદીઘરની ખાલી થયેલ જગ્યામાં પાલિકા દ્રારા સોલર પાવર પ્લાન્ટ લગાવો : મહેશ રાજયગુરૂ

છેલ્લા ઘણા સમયથી મોરબી પાલિકા વિવાદમાં રહી છે દરમિયાનમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર પાલીકા દ્રારા નંદીઘર બનાવવામાં આવ્યું હતું અને તે નંદીઘરમાં લાખોનો ખર્ચ કર્યા બાદ પણ અનેક પશુઓના મોત નિપજયા હતા જેના પગલે હવે આ નંદીઘર બંધ કરવામાં આવ્યું છે ત્યારે હવે આ નંદીઘરની ખાલી થયેલી જમીન ઉપર કોઈનો કબ્જો ન થાય અને તે જમીનમાં જમીન પચાવી પાડનારાઓ ફાવી ન જાય તે હેતુથી મોરબી પાલિકા ખુદ પોતાના માટે ત્યાં સોલાર પાવર પ્લાન્ટ લગાવે તેવી માંગ લોકોના હિતમાં મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજગુરૂ દ્વારા કરવામાં આવી છે અને શહેરની સ્ટ્રીટ લાઈટનો વીજ ખર્ચ તેમાંથી નીકળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ તેવી માંગ તેઓએ કરી છે.


મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજયગુરૂએ અખબારી યાદી દ્રારા મોરબીના હીતમાં તંત્ર સમક્ષ માંગ કરતા જણાવેલ છે કે હાલમા મોરબી જીલ્લાની એ ગ્રેડ નગરપાલિકામાં પૈસાના અભાવે પ્રજાની પ્રાથમિક સુવિધાઓ ખોરવાઇ રહી છે જેમા સીટીબસ સેવા, ડોર ટુ ડોર કચરા કલેકશન બાદ હાલ કફોડી થતા નંદીઘર પણ બંધ કરવાનો સમય આવ્યો છે. રખડતા ઢોર પકડીને નંદી ઘરમાં મુકવામાં આવતા હતા તે પશુઓને પણ અન્ય ગૌશાળા કે પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે જેથી નંદીઘરની નગરપાલિકા હસ્તકની કિંમતી જમીન હાલમાં ખાલી થયેલ છે જે જગ્યા કોઈ વગદાર વ્યક્તિના કબ્જા ન થઇ જાય કે પાણીના ભાવે ટોકન દરે ભાડા પેટે કોઇને કબ્જો સોંપવાને બદલે તે જગ્યાએ મોરબીવાસીઓના હિતમાં નગરપાલિકાને પીજીવીસીએલના બીલમાં રાહત મળે તે માટે સોલાર પ્લાન તે જગ્યાએ બનાવીને નગરપાલિકા દ્રાપા પાવર ઉત્પાદન કરવામાં આવે અને તેનો સ્ટ્રીટ લાઇટમાં ઉપયોગ કરવામાં આવે તો ઘણો આર્થિક ફાયદો થઇ શકે તેમ છે.

માટે હાલ નંદીઘરની કરોડોની કિંમતની ખાલી થયેલી જગ્યા ખોટી રીતે કોઈના કબ્જામાં ન ચાલી જાય તે માટે પાલિકાએ પોતાના માટે ત્યાં પાવર પ્લાન્ટ લગાવવો જોઈએ તેવી માંગ કોંગી આગેવાન મહેશ રાજગુરૂ દ્વારા કરવામાં આવેલ છે.




Latest News