રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

જીટીયુના એમબીએ સેમ-૧ ના રિઝલ્ટમાં મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ રીઝલ્ટ


SHARE









જીટીયુના એમબીએ સેમ-૧ ના રિઝલ્ટમાં મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ રીઝલ્ટ

જીટીયુ (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) ના તાજેતરમાં જાહેર થયેલા એમબીએ સેમ-૧ ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રીઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે. જેમાં જાનવી કોટેચાએ ૯.૫૭ એસપીઆઇ સાથે જીટીયુના ઓવરઓલ રિઝલ્ટમાં ટોપ ૧૦ માં તેમજ કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.જયારે ફુલતરીયા વૈદેહીએ ૯.૪૩ એસપીઆઇ સાથે કોલેજમાં દ્વિતીય ક્રમાંકે તેમજ સેજપાલ દર્શિતએ ૭.૮૬  એસપીઆઇ સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે.આ સાથે નવયુગ કોલેજે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવયુગ કોલેજમાં એમબીએ કોર્ષની પ્રથમ બેચ ૨૦૨૨-૨૩ થી શરૂ થયેલ છે. જેમાં પ્રથમ સેમેસ્ટરથી જ શ્રેષ્ઠ રીઝલ્ટ સાથે શુભ શરૂઆત થયેલ છે.નવયુગ કોલેજમાં મેનેજમેન્ટના વિષયને અનુભવી અધ્યાપકો જીવંત ઉદાહરણો અને પ્રેક્ટીક્લ માધ્યમથી સમજ આપવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓ ધાર્યુ પરિણામ લાવી શકે છે.આ સાથે મોરબીમાં એકમાત્ર કોલેજ કે જેમાં એમબીએ થાય છે અને કોઈપણ વિધાશાખાના ગ્રેજ્યુએટ એમબીએ સેમ-૧ માં એડમિશન લઈ શકશે.એમબીએ સેમ-૧ માં શ્રેષ્ઠ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.




Latest News