મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


SHARE









વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર શહેરનાં કુંભારપરા વિસ્તાર ખાતે આવેલ રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરનાં રાજવી ખાસ હાજર રહ્યા હતાં.

રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે નેજા ચડાવવાની વિધિ, આરતી, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં જેમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતાં આ ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા, અમરસિંહભાઈ મઢવી, અમિતભાઈ મઢવી, ક્રિપાલસિંહ ઝાલા હાજર રહ્યા હતાં અને મંદિરનાં પૂજારી જદુરામ મહારાજનાં હસ્તે મુખ્ય આરતી કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા અને પ્રસાદ લાભ લીધો હતો આ કાર્યક્ર્મને સફળ બનાવવા રામા મંડળ પ્રમુખ નાનુભાઈ ઉઘરેજા, સોમાભાઈ રાઠોડ, રમેશભાઈ રબારી, ભીખાભાઈ સારલા સહિત વિસ્તારનાં સમસ્ત કુંભારપરા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News