મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઈલ પીવાના ગુન્હામાં આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE





























વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઈલ પીવાના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો

વાંકાનેરની વોરાવાડમાં રહેતા યુવાનને તેના ભંગારના ધંધામાં પૈસાની જરૂરત હતી જેથી કરીને તે છએક મહિના પહેલા આરોપી પાસેથી ૮૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે આરોપી દ્વારા યુવાન પાસેથી દોઢ લાખની ઉઘરાણી કરવામાં આવી રહી હતી માટે તે યુવાને ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો અને તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓનો જામીન ઉપર છુટકારો થયેલ છે

વાંકાનેરની વોરાવાડમાં નવાપરામાં જે.કે. ટેઇલર્સ સામે રહેતા મુસ્તુફાભાઇ શબીરભાઇ નોકડ જાતે વોરા (ઉ.૨૪)એ અનિલભાઇ બુટાભાઇ લામકા તથા ધનાભાઇ મોનાભાઇ લામકા રહે, બંન્ને ભરવાડપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેને પોતાના ભંગારના ધંધામાં પૈસાની જરૂરત હતી જેથી તેને આરોપી અનિલભાઇ બુટાભાઇ લામકા પાસેથી છ મહિના પહેલા ૮૦,૦૦૦ વ્યાજે લિધેલ હતા તે પૈસાની ઉચા વ્યાજ સાથે ૧,૫૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી અનિલભાઇ બુટાભાઇ લામકાએ તેની પાસે કરી હતી જો કે, તેને પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ યુવાનના ઘર પાસે આવીને યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરી હતી અને તેને અનિલભાઇ બુટાભાઇ લામકાએ વાસામા ઢીકા તથા ક્રેન લટકાવવાના લોખંડના સ્ટેન્ડથી મુંઢમાર તેમજ પેટના ભાગે પથ્થરથી મુંઢ ઈજા પહોચાડી હતી અને આરોપીએ ઉંચા વ્યાજ  સાથે પૈસાની ઉઘરાણી કરીને માર માર્યો હતો જેથી કંટાળીને યુવાને ફીનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તા.૧૭-૯-૨૦૨૧ ના રોજ નામદાર એડિશનલ ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરેલ અને આરોપીના એડવોકેટ ભુપત એસ. લૂંભાણી મારફત જામીન અરજી કરેલ હતી અને કોર્ટમાં વકીલે કરેલી ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને ૧૫૦૦૦ ના જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે આ કામે મુસ્કાન એસોસીએટસના એડવોકેટ શીરાકમુદિન એમ. શેરસીયા(ગઢવાળા), ભુપત એસ. લૂંભાણી તથા આદિલ એ. માથકિયા રોકાયેલ હતાં.
















Latest News