રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષ પડી જવાના લીધે લાઈટ ગુલ, બંધ રસ્તાઓ લોકો અને તંત્રએ હટાવ્યા


SHARE











મોરબી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષ પડી જવાના લીધે લાઈટ ગુલ, બંધ રસ્તાઓ લોકો અને તંત્રએ હટાવ્યા

મોરબીના નવયુગ સંકુલ ખાતે જુનુ મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું તેમજ વવાણીયા ગામે પાસે રોડ પર વૃક્ષ પડી ગયું હતું જેથી વાહન વ્યવહાર અટકી જતા વહીવટી તંત્રએ જેસીબી સહિતના સાધનોથી વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.જયારે મોરબીના ડેમ સાઈડ ઉપર એક વૃક્ષ તુટીને રોડ ઉપર આવી ગયું હતું જેથી મોરબી પેપરમીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા દ્વારા જેસીબી મંગાવીને રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસે એક વૃક્ષ પડી ગયું હતું.જયારે મોરબીના જેઇલ રોડ પર પણ વૃક્ષ તૂટી પડ્યું હતું.તેમજ નગરપાલિકા કચેરી સામે પણ એક વૃક્ષ પડી ગયું હતું જેથી કલાકો માટે લાઇટ ગુલ થઇ ગઇ હતી.તંત્રએ કામગીરી કરી પુર્વવત કર્યુ હતુ.

મોરબી જીલ્લામાં વાવાઝોડાને પગલે અનેક સ્થળે વૃક્ષ પડી જવાના અને વીજ થાંભલા પડી જવાના બનાવો બન્યા હતા. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયેલા જેમાં વાંકાનેરના ગાયત્રીમંદિર ખાતે બે વૃક્ષ પડી ગયા હતા તેમજ ભારે પવન ફૂંકાતા બે વૃક્ષ તૂટી પડ્યા હતા.તેમજ વાંકાનેરના જડેશ્વર રોડ પર પણ એક વૃક્ષ ધરાશાઇ થયું હતું.સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.જયારે ટંકારામાં પણ વૃક્ષો તૂટી જતા તાકીદે વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.તેમજ મોરબીના પાનેલી ગામે વૃક્ષ તૂટીને કાર ઉપર પડતા કારમાં નુકસાની પહોંચી હતી.

મોરહી શ્રી રાજપૂત કરણી સેનાની ટીમ વાવાઝોડાની સ્થિતિમાં વિવિધ સેવાકીય કામગીરી કરી રહ્યા છે જેમાં મોટી વાવડી અને સાપર ગામમાં તેઓએ માનવતા મહેકાવી હતી.મોટી વાવડી ગામમાં વાવાઝોડાની સ્થિતિમાં વૃક્ષને નુકશાન ન થાય તે માટે ગ્રામજનોની ટીમ સાથે કામગીરી કરી થી તેમજ પશુઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અબોલ જીવો માટે કામગીરી કરી હતી તેમજ લાઇટ જતા તંત્રને જાણ કરી પગલા લેવડાવ્યા હતા જે કામગીરીમ રાજપૂત કરણી સેના જીલ્લા ઉપપ્રમુખ અને સરપંચ ભગીરથસિંહ જાડેજા, જીલ્લા મંત્રી કૃષ્ણરાજસિંહ જાડેજા અને મોટી વાવડીની ટીમ જહેમત ઉઠાવી હતી.






Latest News