ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે શાળામાં વ્યસન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીના ચાંચાપર ગામે શાળામાં વ્યસન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરના સયુંકત ઉપક્રમે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની ચાંચાપર તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરી ઉપસ્થિતોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન અને તેની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે અંગે સમજ આપવામાં આવી હતી. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરના સી.એચ.ઓ. સુરભિબેન ભટ્ટાસણા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. શાળાના આચાર્ય પટેલ ભાવિશાબેન દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સબ સેન્ટર ચાંચાપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ક્વોલીટી મેડીકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા, રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડીકલ ઓફિસરશ્રી ડો.જયેશ રામાવત અને એમ.પી.એચ.એસ, એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ, શાળાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News