ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સોની વેપારીની બે કિલો ચાંદીનો ભાવ પોલીસ ચોપડે ૪૫૦૦૦ !


SHARE











 

માળીયા (મી)માં સોની વેપારીની બે કિલો ચાંદીનો ભાવ પોલીસ ચોપડે ૪૫૦૦૦ !

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં ચાર શખ્સો દ્વારા તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચાંદીના નવા અને જૂના દાગીનાની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાય છે અને આશરે બે કિલો ચાંદીનો જથ્થો ચોરી કરેલ છે જો કે તેની પોલીસ ચોપડે કિંમત ૪૫,૦૦૦ દર્શાવવામાં આવી છે અને હાલમાં વેપારીએ નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણાના રહેવાસી અને હાલમાં ધાંગધ્રામાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ અંબિકા સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ રાણપરા જાતે સોની (૪૫)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૨૧ ના રોજ રાતે બેથી સવા બે વાગ્યાના સમયમાં કોઈ અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેઓની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ અંબિકા જ્વેલર્સ નામની દુકાનના શટરના તાળા તોડીને દુકાન ખોલી તેમાં પ્રવેશ કરી ડિસ્પ્લેમાં રાખેલ ચાંદીના નવા તથા જુના દાગીના આમ કુલ મળીને બે કિલો ચાંદીની ચોરી કરવામાં આવી છે જેની પોલીસે લીધેલ ફરિયાદમાં માત્ર ૪૫,૦૦૦ જ કિંમત દર્શાવવામાં આવી છે ! હાલમાં વેપારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે જો કે, ચાંદીનો એક કિલોનો ભાવ વર્તમાન સમયમાં જે છે તે મુજબ ફરિયાદ કેમ લેવામાં આવી નથી તે પણ એક પ્રશ્ન છે અત્રે ઉલેખનીય છે કે, જો મોટી રકમની ચોરી હોય તો ડીવાયએસપી, એસસી કે રેન્જ આઇજી સુધીના અધિકારીઓને તપાસમાં જોતરાવુ પડે છે જેથી કરીને એનકેન પ્રકારે ચોરીનો આંકડો નીચો દર્શાવવામાં આવે છે તે હક્કિત છે.






Latest News