ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પેટમાં દુખાવો ઉપડ્યો બાદ આંચકી ઉપડતા સગીરાનું મોત


SHARE











 

મોરબીમાં પેટમાં દુખાવો ઉપડ્યો બાદ આંચકી ઉપડતા સગીરાનું મોત


મોરબી વિસ્તારમાં રહેતી સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને આંચકી ઉપડી હતી જેથી કરીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેના ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ બનાવ અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી વિસ્તારમાં રહેતા ધીરુભાઈ રાઠોડની દીકરી વૈદેહી (૧૫) ને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને આંચકી ઉપડી હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક સગીરાના ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક સગીરા ભાઈ અને બહેનમાં મોટી બહેન હતી અને તે ધોરણ ૧૧ માં ભણતી હતી આ બનાવ અંગેની રાજકોટ પોલીસ મારફતે મોરબી પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.


સાપ કરડી ગયો
વાંકાનેર તાલુકાના લાકડધાર રોડ ઉપર આવેલ સદભાવ સીરામીકની અંદર કામ દરમિયાન વિક્રમ અર્જુન બેંગરા નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી પોલીસને પહેલા જાણ કરી હતી ત્યાર બાદ આ બનાવ વાંકાનેર પોલીસની હદનો હોવાથી વાંકાનેર પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતો અઘારા અનિલ નરસીભાઇ (૩૦) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અન્ય બાઇક ચાલકે તેના બાઈક સાથે બાઈક અથડાવતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવમાં અઘારા અનિલને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News