ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આઈશ્રી સોનલમાઁ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: બ્રિજરાજદાન ગઢવી-હકાભા ગઢવી કરશે જમાવટ


SHARE











મોરબીમાં આઈશ્રી સોનલમાઁ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: બ્રિજરાજદાન ગઢવી-હકાભા ગઢવી કરશે જમાવટ

મોરબીના સમસ્ત ચારણ સમાજ જોગ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી ચારણ સમાજ દ્વારા તા.૨૫-૬ ને રવિવારથી તા.૨૭-૬ મંગળવાર સુધી આઈશ્રી સોનલમાઁ મંદિર, ચારણ સમાજની વાડી, લીલાપર રોડ, ગૌશાળા સામે, મોરબી ખાતે સોનલમાઁ મંદિરનો ત્રીદીવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રી જીજ્ઞેશભાઇ પંડયાના આચાર્યપદે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા પ્રથમ દિવસે તા.૨૫ ને રવિવારે સાંજે ૫ કલાકે સોનલમાઁની મૂર્તિની નગરયાત્રા ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયાના નિવાસસ્થાનેથી ચારણ સમાજની વાડી સુધી નીકળનાર છે.જેથી આ રથયાત્રામાં આઈશ્રી સોનલમાઁના દર્શન માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે.તેમજ બીજા દિવસે તા.૨૬ ને સોમવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના ધુરંધર લોકસાહિત્યકાર એવા બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હકાભા ગઢવી, ચારણી ચરજોના કલાકાર જયદાન ગઢવી તથા મોરબીના જાણીતા લોકસાહિત્યકાર રાજુભાઈ આહિર દ્વારા ચારણી ચરજો, દુહાછંદ અને હાસ્યની છોળો સાથે ભવ્ય સંતવાણી  યોજવામાં આવશે.

જયારે ત્રીજા દિવસે તા.૨૭ ના આઈશ્રી સોનલમાઁ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂર્ણાહુતિ બાદ ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયા તરફથી મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.વધુ માહીતી માટે ભારૂભા બાવડા (મો.૯૭૨૬૧ ૮૭૧૩૮), સંજયભા નૈયા (મો.૯૭૨૭૪ ૦૧૦૧૦), મુકેશભા મારૂ (મો.૯૭૨૭૨ ૩૧૮૧૬), જનકભા જામંગ (મો.૮૨૦૦૯ ૨૫૫૯૬), હરદાસભા રતન (મો.૯૯૨૫૧ ૮૨૯૪૫), કરણભા રાજેયા (મો.૯૭૨૭૯ ૨૨૫૯૧), સંજયભા નાંદણ (મો.૭૮૭૪૧ ૩૧૨૪૨) અથવા જયેશભા જામંગ (મો.૭૬૯૮૮ ૬૦૧૬૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News