ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેર ત્રણ ઇંચ વરસાદમાં પાણી જ પાણી: આગોતરું વાવેતર કરનારા ખેડૂતોમાં હર્ષની લાગણી


SHARE











મોરબી શહેર ત્રણ ઇંચ વરસાદમાં પાણી જ પાણી: આગોતરું વાવેતર કરનારા ખેડૂતોમાં હર્ષની લાગણી

મોરબી જિલ્લામાં સોમવારથી વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે અને બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને જિલ્લાના પંચા પૈકીનાં બે તાલુકામાં સારો વરસાદ થયેલ છે અને જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં સવા ત્રણ ઇંચ અને ટંકારા તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે જો કે, મોરબીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ થતાની સાથે જ મોરબીના મુખ્યમાર્ગો પાણી જ પાણી થઈ ગયા હતા અને મોરબી પંથકમાં સારો વરસાદ પડ્યો હોય ખેડૂતોમાં હર્ષની લાગણી છે

મોરબી જિલ્લાના ખેડૂતો ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોતા હતા કારણ કે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ બે લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરી દેવામાં આવી છે તેવામાં સોમવારે બપોરના બે વાગ્યાની આસપાસ થી મેઘરાજાનું વિવિધ રીતે મોરબી જિલ્લામાં આગમાન થયું હોય તે રીતે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ટંકારા તાલુકામાં વરસાદ શરૂ થયો હતો મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં મોરબી શહેર અને તાલુકામાં ૮૦ એમએમ કરતાં વધુ વરસાદ એટલે કે સવા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જો કે ટંકારા તાલુકામાં ૨૮ એમએમ એટલે કે, એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે.

જો કે, મોરબી તાલુકામાં જિલ્લા કંટ્રોલરૂમ અને મોરબી નગરપાલિકા ખાતે વરસાદના આંકડાની નોંધ કરવામાં આવે છે અને મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે આગોતરું વાવેતર કરનારા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનો માહોલ છે જો કે, પ્રથમ વરસાદમાં જ મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રપરા, માધાપરા, લાતી પ્લોટ તેમજ સામાકાંઠે અરૂણોદયનગર, રાજનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીની પહેલા જ વરસાદમાં પોલ ખૂલી ગઈ હતી.






Latest News