ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સોઓરડી પાસે ઉમિયા નગરમાં મારામારી: ત્રણ મહિલા સહિત છ ઈજાગ્રસતો સારવારમાં


SHARE











મોરબીમાં સોઓરડી પાસે ઉમિયા નગરમાં મારામારી: ત્રણ મહિલા સહિત છ ઈજાગ્રસતો સારવારમાં

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયા નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી ત્રણ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરમાં સોઓરડીની પાછળ આવેલ ઉમિયાનગરમાં રહેતા રવિનાબેન લલીતભાઈ રાઠોડ (૩૧), લલિતભાઈ નારણભાઈ રાઠોડ (૩૪) અને હસમુખભાઈ દેવાભાઈ રાઠોડ (૪૨) તેમજ અનિતાબેન જેસીંગભાઇ સોલંકી (૩૫), જેસીંગભાઇ ભીખાભાઈ સોલંકી (૪૩) અને ક્રિષ્નાબેન જેસીંગભાઇ સોલંકી (૧૭) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ ત્રણ મહિલા સહિતના છ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે લોકોને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે જો કે, કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે

ઝેરી દવા પીધી
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા મંજુબેન મનસુખભાઈ ચાવડા (૫૨) પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને મંજુબેનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી  ત્યાર બાદ આ બનાવ ટંકારા તાલુકા પોલીસનો હોવાથી ટંકારા તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી

મારામારીમાં ઇજા
કચ્છના રાપર તાલુકાના ભીમકોડા ગામે રહેતા મોતીભાઈ રણછોડભાઈ કોળી (૫૦) ને તેઓ વાડીએ હતા ત્યારે વાડી વિસ્તારમાં છ થી સાત લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News