ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાએ દીકરીને જન્મ આપતા સાસરિયાનો ત્રાસ વધ્યો !


SHARE











મોરબીમાં મહિલાએ દીકરીને જન્મ આપતા સાસરિયાનો ત્રાસ વધ્યો !

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ માં રહેતી પરિણીતાએ દીકરીને જન્મ આપતા દીકરીનો જન્મ કેમ થયેલ છે તે બાબતે મેણાં ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના પતિની ચડામણી કરી પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો જેથી હાલમાં ભોગ બનેલ મહિલાએ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત પાંચની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં સનાળા ગામ પાસે આવેલ રાઘવ સોસાયટીમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૬૦૨ માં રહેતા દિશાબેન મેહુલભાઈ ભોજાણી જાતે પટેલ (૩૨)એ હાલમાં તેના પતિ મેહુલભાઈ લક્ષ્મણભાઈ ભોજાણી, સસરા લક્ષ્મણભાઈ બેચરભાઈ ભોજાણી, સાસુ દયાબેન લક્ષ્મણભાઈ ભોજાણી રહે. ત્રણેય ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ બ્લોક નંબર ૭૦૧ અને નણંદ સ્મિતાબેન અલ્પેશભાઈ કાનાણી રહે. આઈનોક્સ સિનેમા સામે ભરૂચ તથા રૂપલબેન અશોકભાઈ ભોરણીયા રહે. ઇન્દિરા સર્કલ પાસે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નાની મોટી બાબતોમાં અને ઘરકામ બાબતે તેને હેરાન કરતાં હતા અને ફરિયાદી મહિલાએ દીકરીને જન્મ દેતા દીકરીનો જન્મ કેમ થયેલ તે બાબતે મેણાં ટોણાં મારી શારીરિક માનસિકના ત્રાસ આપતા હતા અને ફરિયાદીના પતિની ચડામણી કરીને પાંચેય દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News