ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ગુડ ન્યૂઝ: મોરબી સહિત રાજ્યમાં પાંચ પાલિકાને મળશે મહાપાલિકાનો દરરજો


SHARE











ગુડ ન્યૂઝ: મોરબી સહિત રાજ્યમાં પાંચ પાલિકાને મળશે મહાપાલિકાનો દરરજો

ગુજરાતમાં હાલમાં ૮ મહાપાલિકા છે તેમાં વધુ પાંચ નવી મહાપાલિકા આગામી દિવસોમાં ઉમેરાશે જેમાં મોરબી સહિતના પાંચ શહેરોનો સમાવેશ થાય છે અને કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાઈ ગયો છે જો કે, સત્તાવાર નિર્ણય કરવામાં આવેલ નથી તેવું સૂત્રો પાસેથી મળી રહયું છે

ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યના પાંચ મોટા શહેરોના મહાપાલિકાનો દરરજો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જે પાંચ પાલિકાને મહાપાલિકા આપવાની છે તેમાં મોરબી, નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને વાપીનો સમાવેશ થાય છે જો કે, આ અંગેની સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૦ માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી. ત્યાર બાદ ૧૩ વર્ષ પછી એકી સાથે નવી પાંચ મહાપાલિકા બનવા માટે જય રહી છે જેથી કરીને હવે આગામી દિવસોમાં મોરબી સહિત રાજ્યમાં કુલ મળીને ૧૩ મહાપાલિકા થઈ જશે. 






Latest News