ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સાથે અન્ય બાઇક અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સાથે અન્ય બાઇક અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતો અજય મકવાણા નામનો ૨૨ વર્ષનો યુવાન સરતાનપર રોડ ઉપરથી પરત પોતાના ઘર બાજુ બાઇક લઇને આવતો હતો ત્યારે રફાળેશ્વર પાસે અજાણ્યા બાઇકની ઠોકર લાગતાં તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરાએ બનાવી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્કમાં રહેતા દિલીપભાઈ લાભુભાઈ જાદવ (૩૧) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં દિલીપભાઈને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમારે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

સાપ કરડી જતાં સારવારમાં
મોરબી તાલુકાના ચાંચાપર ગામની સીમમાં જયેશ ખીમસન ગણાવા નામના યુવાનને સાપ કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવતી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઉજા
મૂળ એમપીના ધાર જિલ્લાના જ્ઞાનપુરાના રહેવાસી રાહુલ નારણભાઈ ગામડ (૩૦) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનુ બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા વી.કે.પટેલે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News