ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે


SHARE











મોરબી ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૩-૨૪નું  આયોજન કરવામાં આવ્યુ છે.

આ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય હિંદુસ્તાની, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ તથા બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર વિભાગ માટે યોજાશે. જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોક્ગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું) , ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એમ ૧૯ સ્પર્ધાઓ ખુલ્લાવિભાગમાં યોજાશે.

આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ ” (૩૧/૧૨/૨૦૦૩ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા), ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ બ (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના ખુલ્લાવિભાગમાં (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે. આ યુવા ઉત્સવમાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક  ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૧-૭-૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૧૧-૦૭-૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News