ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમાં ઘુસીને વેપારીને મારી નાખવાની ધમકી અપનારા શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં દુકાનમાં ઘુસીને વેપારીને મારી નાખવાની ધમકી અપનારા શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફૂટવેરની દુકાનમાંથી બે વર્ષ પહેલાં ચંપલ લઈ ગયા બાદ તેના પૈસા આપ્યા ન હતા અને ફરી પાછા તે શખ્સે દુકાને આવીને તું મારી પાસે પૈસા માગે છે તેવું કહીને જપાજપી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સંદર્ભનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ધારાસભ્ય દ્વારા તાત્કાલિક આ બનાવમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને જેના ભાગરૂપે મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને એક શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યદુનંદન કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ શૂઝ નામની દુકાન ધરાવતા મનીષભાઈ પ્રવીણભાઈ જીવાણી જાતે પટેલ (૩૦) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોઇનભાઈ ઇસ્માઈલભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેની દુકાને બે વર્ષ પહેલાં ચપ્પલ લઈ ગયો હતો જેના રૂપિયા જે તે સમયે આપેલ ન હતા અને ફરી વખત આરોપીએ ફરિયાદી યુવાનની દુકાને આવીને તું કેમ મારી પાસે પૈસા માંગશ તેમ કહીને તેની સાથે જપાજપી કરી હતી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના દુકાનમાં મૂકવામાં આવે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારબાદ આ બાબતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારીની દુકાનમાં જઇને તેની સાથે ઝપાઝપી કરીને ઝઘડો કરનારા શખ્સોની જાહેરમાં સરભરા કરવામાં આવે તે પ્રકારની એસપી સહિતના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી દરમિયાન ભોગ બનેલા વેપારીની હાલમાં ફરિયાદ લેવામાં આવી છે અને આરોપી મોઇનભાઈ ઈસ્માઈલભાઈ ચાનિયાને પકડવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News