ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જેપુર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં ઇજા પામેલા મહિલા સારવારમાં


SHARE











મોરબીના જેપુર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં ઇજા પામેલા મહિલા સારવારમાં

 મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે રેલવે ફાટક નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર અવની ચોકડી સામેના ભાગમાં રહેતા બલવંતાબેન અશોકભાઈ ફુલતરીયા (૪૨) મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે રેલવે ફાટક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં મહિલાને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને તેના પતિ સારવાર માટે મોરબીની સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતે ઇજા

મોરબીના રોહીદાસપરામાં સંઘવીના દવાખાના પાસે રહેતા ઇદ્રીશ મહેબૂબ (૩૭) નામના યુવાન ચાર ગોડાઉન પાસે પડી ગયો હતો જેથી તેને ઈજા થતાં સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હિતેશભાઇ મકવાણા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા સંજય ગોકળભાઈ હમીરપરા નામના વ્યક્તિને મારામારીમાં ઈજા થઈ હતી અને ઈજા થયા બાદ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કટુસિંગ જસુભા (૪૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News