ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી જોવા-સમજવા માટે છત્તીસગઢના પોલીસ જવાનો પહોચ્યા


SHARE











મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી જોવા-સમજવા માટે છત્તીસગઢના પોલીસ જવાનો પહોચ્યા

છત્તીસગઢ રાજયથી ૧૫ પોલીસ જવાનો રાજકોટ રેન્જ ખાતે આવ્યા છે અને તા.૨૬ જૂનથી તા.૧૫ જુલાઈ સુધી તે અહિયાં રહેવા છે અને અહીની પોલીસની કામગીરી જોઈને જરૂરી માહિતી લેવાના છે ત્યારે આ જવાનો મોરબી જિલ્લા ખાતે આવ્યા હતા ત્યારે અહીના પોલીસ પાસેથી માહિતી મેળવી હતી

છત્તીસગઢ રાજયના ૧૫ પોલીસ જવાનો મોરબી જીલ્લા ખાતે આવતા તેઓનું મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સ્વાગત કરી ગુજરાત પોલીસની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ રીઝર્વ પોલીસ ઇન્સ. એસ.એમ.ચૌહાણ દ્વારા તમામ જવાનોને પોલીસ વેલ્ફેર તથા SPC અંગેની કાર્યપઘ્ધતીથી વાકેફ કરવામાં આવેલ હતા. ત્યારબાદ એલ.સી.બી પીઆઇ ડી.એમ.ઢોલ દ્વારા PPT દ્વારા તમામ જવાનોને એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખાની કામગીરી અંગે માહિતી આપવામા આવેલ હતી.

ત્યારબાદ તમામ જવાનોએ મોરબી જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની મુલાકાત લીધી હતી અને કમાન્ડ એન્ડ કંટ્રોલની કામગીરી તથા ટ્રાફિક ચલણ અંગેની જાણકારી મેળવી હતી. તેમજ તમામ પોલીસ જવાનોને પોલીસ હેડ કવાર્ટર ખાતે રીઝર્વ પીઆઇ એસ.એમ.ચૌહાણ તથા લાઇઝીંગ ઓફિસર એમ.બી.સરવૈયા દ્વારા હેડ કવાર્ટર ખાતેની જુદી જુદી બ્રાંચોની મુલાકાત તથા કામગીરીથી વાકેફ કરવામા આવ્યા હતા. અને ડોગ સ્કોડ તથા બી.ડી.ડી.એસ. શાખા તેમજ એમટી શાખાની કાર્ય પધ્ધતીઓથી વાફેક કરવામા આવેલ હતા. બાદમાં એફ.એસ.એલ અધિકારી દ્વારા એફ.એસ.એલની કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી






Latest News