ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નજીવા વરસાદે ધોવાઈ ગયેલા રસ્તાના ખાડા બુરવા માટે પાલિકા ઊંધામાંથે


SHARE











મોરબીના નજીવા વરસાદે ધોવાઈ ગયેલા રસ્તાના ખાડા બુરવા માટે પાલિકા ઊંધામાંથે

મોરબી શહેરમાં ચોમાસાના પ્રારંભે જ કેટલાક વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા પડી ગયા છે જેથી કરીને વરસાદે હાલમાં વિરામ લેતાની સાથે જ નગરપાલિકા દ્વારા ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર અમુલ પાર્લર પાસે મસમોટા ખાડા પડી ગયા હોવાથી ત્યાં જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી અને મોરબી શહેરમાંથી પસાર થવાનો આ મુખ્ય બન્ને રસ્તો હોય ત્યાં ટ્રાફિક પણ વધારો તો હોય છે જેથી તાત્કાલિક પાલિકા દ્વારા પહેલા આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી નગરપાલિકાના પાવડી વિભાગના હિતેશભાઈ રવેશિયા સહિતના સ્ટાફ દ્વારા ત્યાં હાજર રહીને ચીફ ઓફિસરની સૂચના મુજબ ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આવી જ રીતે જ્યાં ક્યાંય પણ રોડ રસ્તા ઉપર ખાડા પડેલા હશે ત્યાં ખાડા પૂરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ઉલેખનીય છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા બોદા કામ કરવામાં આવ્યા હોય ઘણી જગ્યાએ રોડ રસ્તા પ્રથમ વરસાદમાં જ તૂટી ગયા હોય અથવા ખાડા પડી ગયા હોય તેવી માહિતીઓ સામે આવી રહી છે જોકે આ ભાંગેલા તૂટેલા રસ્તા નિર્દોષ વાહન ચાલકો કે રાહદારીઓ માટે જીવલેણ સાબિત ન થાય તે પ્રકારની આગોતરી કામગીરી હવે નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણીને માગણી છે






Latest News