ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ તાલાલાના ગલીયાવડગીરના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સીમાં શુભ પેલેસના બ્લોક નંબર ૨૦૩ માં રહેતા ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ હિંગળાજિયા જાતે પટેલ (૩૯)એ ટ્રક નંબર જીજે ૩ ડીડબલ્યુ ૮૭૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ છે કેતેઓના પિતા મનસુખભાઈ હિંગળાજિયા (૬૫) પોતાનું બાઈક નંબર જીજે ૧૧ એએ ૪૪૦૩ લઈને માળિયા ફાટક ચોકડી પાસેના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતાને છાતીમાથા અને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક ત્યાંથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરા ધર્મેન્દ્રભાઈ હિંગળાજિયાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી નરેન્દ્ર ઉર્ફે મોહી મનીષભાઈ વરાણીયા જાતે કોળી (૨૧) રહે, ત્રાજપર મોરબી વાળાની ધરપકડ કરલે છે






Latest News