ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે દુકાનદાર સાથે મારામારી કરનાર આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE











મોરબીના રવાપર રોડે દુકાનદાર સાથે મારામારી કરનાર આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફૂટવેરની દુકાનમાંથી બે વર્ષ પહેલાં ચંપલ લઈ ગયા બાદ તેના પૈસા આપ્યા ન હતા અને ફરી પાછા તે શખ્સે દુકાને આવીને તું મારી પાસે પૈસા માગે છે તેવું કહીને જપાજપી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિતડ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી

જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યદુનંદન કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ શૂઝ નામની દુકાન ધરાવતા મનીષભાઈ પ્રવીણભાઈ જીવાણી જાતે પટેલ (૩૦) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોઇનભાઈ ઇસ્માઈલભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કેઆરોપી તેની દુકાને બે વર્ષ પહેલાં ચપ્પલ લઈ ગયો હતો જેના રૂપિયા જે તે સમયે આપેલ ન હતા અને ફરી વખત આરોપીએ ફરિયાદી યુવાનની દુકાને આવીને તું કેમ મારી પાસે પૈસા માંગશ તેમ કહીને તેની સાથે જપાજપી કરી હતી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના દુકાનમાં મૂકવામાં આવે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આરોપીની સામે કડક પગલાં લેવા માટેની સૂચના આપી હતી જેથી પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપી મોઇનભાઈ ઈસ્માઈલભાઈ ચાનિયાની ધરપકડ કરેલ છે અને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે






Latest News