ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જેલ સામેના વિસ્તારમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે છથી વધુ શખ્સોએ કર્યો હુમલો


SHARE











મોરબીમાં જેલ સામેના વિસ્તારમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે છથી વધુ શખ્સોએ કર્યો હુમલો

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા યુવાનને તેના ઘર પાસે બપોરના સમયે છ થી વધુ શખ્સો દ્વારા તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબ જેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા અજય ગોવિંદભાઈ પરમાર જાતે વાલ્મિકી (૩૦) નામના યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રાથમિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને હાલમાં રાજકોટ ખાતેથી જાણવા મળતી માહિતી પ્રમાણે અજય પરમાર રામદેવપીરના મંદિર પાસે તેના ઘર નજીક બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે હતો ત્યારે અતુલ, આદેશ, પપ્પુ, સુમો, વિપુલ અને અજાણ્યા શખ્સોએ મળીને તેના ઉપર તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદ લેવા માટેની કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા રમણીકભાઈ હીરાભાઈ ઉભડિયા (૨૩) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા-બહાદુરગઢ ગામના પાટીયા પાસે સુનિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા શરીરને ઇજા થઇ હોવાથી રમણીકભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News